જેને કોઈ ન રાખે
જેને કોઈ ન રાખે
જેને કોઈ ન રાખે, એને મારો પ્રભુ રાખે રે,
ધ્રુવ ના તપોબળથી, મારો પ્રભુ રાજી રે,
અચલ પદ તમને, મારો પ્રભુ આપે રે,
જેને કોઈ ન રાખે, એને મારો પ્રભુ રાખે રે,
પ્રહલાદની ભક્તિથી, મારો પ્રભુ રાજી રે,
નરસિંહ બની ને તમે, રક્ષા કરી છે રે,
જેને કોઈ ન રાખે, એને મારો પ્રભુ રાખે રે,
શબરી ના બોર ખાઈને, મારો રામ રાજી રે,
ધૈર્ય ભક્તિના ગુણ ગાઇ ને, ઉદ્ધાર કર્યા રે,
જેને કોઈ ન રાખે, એને મારો પ્રભુ રાખે રે,
પાંડવ એવા સાચા કે, મારો પ્રભુ રાજી રે,
સંઘ શક્તિની ભક્તિના, તમે સારથિ છો રે,
જેને કોઈ ન રાખે, એને મારો પ્રભુ રાખે રે,
માનવ એવો બનશે કે, મારો પ્રભુ રાજી રે,
વૈદિક ધર્મની સ્થાપના, એ પુનઃ કરશે રે,
જેને કોઇ ન રાખે, એને મારો પ્રભુ રાખે રે.