જાણકારી નથી
જાણકારી નથી
ફૂલોની જેમ મહેકી લઉં છું,
ભલે મને મૌસમની કોઈ જાણકારી નથી,
જીવન સમંદરમાં તરવૈયાની જેમ તરીલઉં છું,
ભલે મને કિનારાની કોઈ જાણકારી નથી.
મનમાં ઊઠે તો શબ્દોમાં લખી દઉં છું,
ભલે મને ગઝલના બંધારણની કોઈ જાણકારી નથી,
સ સરિતા બની વ્હયે જ જાઉં છું,
ભલે સાગરના સરનામાની મને કોઈ જાણકારી નથી.
બસ મનમાં ને મનમાં તારી છબી બનાવી તને પ્રેમ કરી લઉં છું,
ભલે તું મને ચાહે કે નાં ચાહે એની જાણકારી નથી,
ચકોરી બની ચાંદને પ્રેમ કરી લઉં છું,
ભલે એ મારા તરફ દ્રષ્ટિ કરશે કે નહિ એની કોઈ જાણકારી નથી.
પરવાનો બની તારી મહોબતમાં જલતી રહુ છું,
ભલે તારો પ્રેમ મળશે કે નહિ એની કોઈ જાણકારી નથી,
ગુલાબનું ફૂલ બની મહેકી રહી છું,
ભલે ભગવાનના ચરણો માં જઈશ કે
દુલ્હાના સેહરામાં એની કોઈ જાણકારી નથી.
વાદળી બની સતત વરસતી રહીશ,
ભલે તારાં હૈયાની ધરા પર મારા પ્રેમની
કૂંપળો ફૂટશે કે નહિ એની કોઈ જાણકારી નથી.
