STORYMIRROR

Rita Patel

Inspirational Others

3  

Rita Patel

Inspirational Others

જાગ હે માનવી .....માનવી બનવાની તક આપું છું ....

જાગ હે માનવી .....માનવી બનવાની તક આપું છું ....

2 mins
205

કોઈ પણ ધર્મમાંથી નીકળી તને માનવી બનવાની તક આપું છું ... જાગ હે માનવી..


ડૉક્ટર નર્સ પોતાના જીવની પરવા કાર્ય વિના તમારા સ્વજનનો જીવ બચવવાની કોશીશ કરે અને તમે એમની જ સેવા પર સવાલ ઉઠાવો છો ..

જાગ હે માનવી .....માનવી બનવાની તક આપું છું..


જ્યાં હર તરફ સ્વજનોને બચવવા પોતાના દોડી રહયા છે ત્યાં પણ લોકોની પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવાંમાં પડ્યો છે....

જાગ હે માનવી ...માનવી બનવાની તક આપું છું ....


ખાલી હાથે જ તું મારી પાસે આવવાનો છું તો માણસાઈ બતાવ - મદદરૂપ બન ...

જાગ હે માનવી ...માનવી બનવાની તક આપું છું..


એક તરફ નાના બાળકો ભૂખે સૂઈ રહ્યા છે ને તમે પાર્ટી અને વેકેશન પર જઈ રહ્યા છો ....

જાગ હે માનવી ...માનવી બનવાની તક આપું છું..


આવી કપરી સ્થિતિમાં બધાને સહકાર આપવાને બદલે,એક બીજા પર આરોપો મૂકે છે....

જાગ હે માનવી ...માનવી બનવાની તક આપું છું...


પેપરમાં બધાને હિંમત મળે એવું લખવાને બદલે,સરકાર-પ્રશાસન શું કરે છે એવું લખે છે ....

જાગ હે માનવી ...માનવી બનવાની તક આપું છું....


પોતાનાને ગુમાવવાનું દુઃખ કોને કહેવાય એને પૂછ જેણે બધું ગુમાવી દીઠું છે....

જાગ હે માનવી ...માનવી બનવાની તક આપું છું...


માસ્ક પહેરવો, એકબીજાથી દૂર રહેવું વારંવાર કહેવમાં આવે છે છતાં પણ પોતાની જિદ કરે છે..

જાગ હે માનવી ...માનવી બનવાની તક આપું છું..


આ જ તો સમય છે જ્યાં તું તારી જિદ, નારાજગી, ગુસ્સો, લાલચ છોડી માનવી બનવાની તક આપું છું...


સંભાળ માનવી થોડી ક્ષણો તને પણ આપું છું ....જાગ હે માનવી ...માનવી બનવાની તક આપું છું..


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational