STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ઇતિહાસમાં તું અમર થશે

ઇતિહાસમાં તું અમર થશે

1 min
377

નથી ખબર કે આગળ શું થશે,

ખબર છે હરેક રાત્રિ બાદ સહર થશે.


આજે નહિ તો કાલે ચોક્કસ થશે,

મારા કાર્યોની એક દિવસ જરૂર કદર થશે !


ભીતરે શા માટે મુંઝાય છે તું આમ,

એકદીન તું પણ ઇતિહાસમાં અમર થશે !


સાદ તો પાડી જો દિલથી કોઈને તું,

તારી સુની ડગર પર કોઈ હમસફર થશે !


ચિંતા મૂકી દે તું હળવો ફૂલ થઈ જા,

તારી પ્રાર્થનાઓની પણ તારા જીવનમાં અસર થશે !


હરિયાળું રાખ મન તો, હરિયાળી દુનિયા થશે,

બસ કર્યેજા કર્મો,તો ભાગ્ય બદલતા પળવાર થશે !


રાખ આત્મવિશ્વાસ, કર પ્રભુમાં વિશ્વાસ,

બસ જિંદગીનાં જંગમાં પ્રાર્થનાઓ તારી બખ્તર થશે !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational