STORYMIRROR

Nisha Shah

Inspirational Others

4  

Nisha Shah

Inspirational Others

ઈશ્વરીય ખજાનો

ઈશ્વરીય ખજાનો

1 min
200

કુદરતે પગલા મૂક્યા હથેળીમાં ને,

હાથમાં આવ્યો ઈશ્વરીય ખજાનો.


વન, વનરાજી, વૃક્ષોને પર્વતો જે

આપે છે પ્રાણવાયુ ને વર્ષાના વારિ.


સૂર્યનાં કિરણોના મૂલ્ય અંકાય નહિ,

ચંદ્રની ચાંદનીની કિમત થાય નહિ.


આભના તારાને વાદળ ગણાય નહિ,

રેતીનાં રણ ને વંટોળિયો રોકાય નહિ.


ઝરણાંનાં ખળખળને પંખીના કલરવ,

ફૂલડાની ફોરમ ને ભ્રમરનાં ગુંજારવ.


નવી નવી કુંપળને અનાજનાં દુંડા,

કેમ કરી સાચવવો આ રંગીન નઝારો.


લઈએ સોગંદ સૌ જાળવીને રાખીયે,

બીજાહાથે સંભાળીયે ઈશ્વરીય ખજાનો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational