ઈશ્વર તારી સાથે છે
ઈશ્વર તારી સાથે છે
તું કર્મનાં શસ્ત્રો સજાવ, ઈશ્વર તારી સાથે છે,
તું જીવનમાં કર બદલાવ, ઈશ્વર તારી સાથે છે,
કર્મયોગીનો એ સારથિ બનવાય તૈયાર થાય,
તું રસ્તો તારો જાતે બનાવ, ઈશ્વર તારી સાથે છે,
એ ભલે હથિયાર ના ઉપાડે, તોય સંગાથે છે,
એના વિશ્વાસે હંકાર નાવ, ઈશ્વર તારી સાથે છે,
એ નથી માત્ર અવકાશે કે બૂમો પાડવી પડે,
તું માત્ર અંતરને ઊભરાવ, ઈશ્વર તારી સાથે છે,
ખરો દોરીસંચાર તો છે એનો જ કર્મ કરાવતો,
હિંમત હરડગલે પ્રગટાવ, ઈશ્વર તારી સાથે છે.