ઈશ્વર અદ્ભુત છે
ઈશ્વર અદ્ભુત છે
ક્યારેક, જ્યારે હું ભગવાન સમક્ષ હાજર થઈ છું,
હું મારી લાખો ઈચ્છાઓ માંગવાનું શરૂ કરું છુંં.
પણ વચ્ચે હું થોભી જાઉં છુંં,
કારણ કે હું મારા વિચિત્ર વિચારોમાં ખોવાઈ જાઉં છુંં.
મને આશ્ચર્ય થાય છે કે એક ભગવાન કેવી રીતે સાંભળે છે,
લાખો ઈચ્છાઓ ધરાવતા બીજા ઘણા લોકોને
જો તે આમા સફળ પણ થાય તો,
તે એક જ સમયે કેવી રીતે આ યાદ કરી શકે ?
શું ભગવાન દિવસ અને રાત અનુભવતા નથી,
જે સ્મિત ગુમાવ્યા વિના 24/7 કામ કરે છે.
મને કોઈક વાર લાગે છે કે તેમનું કાર્ય એટલું સરળ છે જ્યાં માત્ર એક શબ્દ બોલવાની જરૂર છે, "તથાસ્તુ"
પરંતુ તે કરવું એટલું જ જટિલ છે.
તેમ છતાં તે હંમેશા થાકના એક પણ નિશાન વિના એજ સ્મિત જાળવે છે,
ફક્ત ભગવાન જ સમજી શકે છે કે તે આનું સંચાલન કેવી રીતે કરે છે.
મને હજી પણ આશ્ચર્ય થાય છે કે શું ભગવાન ફોટામાં બતાવ્યા પ્રમાણે જ દેખાય છે,
જો તે આપણી સમક્ષ દેખાય તો આપણે તેમને કેવી રીતે ઓળખી શકીએ ?
શું ભગવાનની ઈચ્છાઓ છે ?
જો તેની પાસે હોય, તો તેના માટે કોણ પરિપૂર્ણ કરે છે ?
બીજા દિવસે હું જાગી ગઈ અને,
ફરી મારી લાખો ઈચ્છાઓ માટે પ્રાર્થના શરૂ કરી !
હું ક્યારેક ભગવાન માટે સહાનુભૂતિ વિકસાવું છુંં,
તે કેવી રીતે અબજો ગુનાઓ પર નજર રાખે છે.
અને કેવી રીતે તે કાર્યો માટે ફળ નક્કી કરે છે,
આહ! ઈશ્વર અદ્ભુત છે !
