STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

3  

Kiran piyush shah "kajal"

Romance

ઈશારો

ઈશારો

1 min
297

ઈશારો કરી પાસે બોલાવે,

આંખો ઉલાળીને પૂછશે..


એય..શેનો વ્હેમ છે?

હોઠ મરડતાં ધીમેથી..


કે પછી.. પ્રેમ છે?

મદમાતું જોબનિયું ને 

એની અલ્લડતા...


હૈયું તો ઘબકાર જાતું ચૂકી...

બાવરી નજરું પીછો કરતી...

પણ..


એમ એ ક્યાં હાથ આવતી..

એની યાદોમાં

રાત્યુંના ઉજાગરે આંખો રાતી

અમલ ઓછો પડ્યો ને

કેફ ચડયો એનાં પ્રેમનો..

ને,


મુંઝાયું મનડું..

વાત હૈયાની કેમ કરવી ?

વાતનો જાણે..

અણસાર એને આવ્યો ને...

એ શરમાતી..

દાંત વચ્ચે ઓઢણી દબાવી ભાગી..


હૈયું પાછું ધબકારો ગયું ચૂકી....

કે હા! પ્રેમ છે પ્રેમ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Romance