STORYMIRROR

Prahladbhai Prajapati

Inspirational

3  

Prahladbhai Prajapati

Inspirational

હયાતી લપેટાઈ આગમાં

હયાતી લપેટાઈ આગમાં

1 min
26.6K


હવે જો હું બદલી શકું તો બદલું શરીરના લોહીને, 

નસે નસમાં ગુલામીના કેફી હાકોટે લીધો બાનમાં.

અમારાં કોણ દેશી ને કોણ વિદેશી પારખવાં રહયાં, 

હાવ ભાવ વિચાર વર્તને તોલી ત્રાટકયાં ઘર ઘાટમાં.

નીતિ અતિથિ દેવો ભવ નિર્બળતા કે સજ્જનતા ? 

પડકાર્યા નહિ આપણે તો એક પછી એક અટકમાં.

વાંધો જરાયે નહોતો દૂધમાં સાકર જેમ ભળ્યા હોતે, 

ઘર ગોઠે કરી પ્રસર્યા મૂળે 'ઘા' કરી પૂરાં વન પ્હાડમાં.

વાહ અમારી માનવતા સંપ ત્યાં જમ્પ નીતિ ભયમાં,  

એક ત્યાં બે ભલા ભગાડી હયાતી લપેટાઈ આગમાં. 

શિયાળવું સિંહ ને પડકારે વનરાજી ખાટે વિદેશીઓ, 

ભારો સંપનો છૂટો કરી વેર્યો હર એકને દ્વંદ્વ યુદ્ધમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational