હુતાશણી
હુતાશણી


માનવતાના રંગે રંગાઈને ઉજવીએ હુતાશણી.
પ્રેમસ્નેહ સઘળે પ્રસારીને ઉજવીએ હુતાશણી,
નાનાં મોટાં સૌ સાથે મળી સેતુ સ્નેહનો બાંધીએ,
માનવમાં ઈશ્વર વિચારીને ઉજવીએ હુતાશણી,
નથી ઢોલ પીટીને કશુંએ કહેવાની જરુરત રહી,
લક્ષ્ય મૂઠી ઊંચેરું ધારીને ઉજવીએ હુતાશણી,
માનવમાં મબલખ સમાયું ખોળી બહાર લાવીએ,
નદી નાવ સંજોગ હંકારીને ઉજવીએ હુતાશણી,
"હું" ને "અમે" માં પલટાવીને જ જંપીએ સદાયે,
માનવતાથી અંતરને ઠારીને ઉજવીએ હુતાશણી,
હોમી દઈએ અહં, વેરઝેર જે વર્ષોથી સતાવતાં,
ઈર્ષા, ખટપટને વિદારીને ઉજવીએ હુતાશણી.