હું
હું
બની શબ્દ, નહીં રહું નિ:શબ્દ,
નાદ બની સભામાં ગર્જીશ હું,
છું, નારી એથી શું ?
અલખનિરંજનની શક્તિ છું "હું"
થઈ સર્જન સાહિત્યમાં રહીશ હું,
શક્તિ બની સંસારમાં તરીશ હું,
મારી જાતને આગળ આવીશ હું,
નહીં નિઃસહાય, સહાયક બનીશ કોઈની હું,
છું, હું નારી એ થી શું ?
હારીશ નહીં, થાકીશ નહીં, સંઘર્ષ કરીશ હું,
બની વિજેતા, સ્ત્રી જાતને સન્માન આપીશ હું.
