"નારી અને રસોડું"
"નારી અને રસોડું"
1 min
1.2K
જાગે નારી,.
તેની સાથે જાગતું રસોડું.
બહારગામ જાય નારી તો,
અકડાતું રસોડું.
પડે બીમાર નારી તો,
અસ્ત વ્યસ્ત કણસતું રસોડું.
આપતું પરિવાર ને,
સ્વાદિષ્ટ ભોજન ને આરોગ્ય.
નારી સૂવે પછી સૂતું રસોડું.
નારીનાં લોહીમાં વસતું રસોડું.
નારી વગરનું રસોડું.
રસોડા વગરની નારી.
તો,રસોડાની હાલત,
કફરી ભારી.
સૌ સલામ રસોડા ને,.
નારી ને વંદન.
પરિવાર ને એક રાખતું રસોડું.
છેલ્લા શ્વાસ સુધી.
દોસ્તી નીભાવતું રસોડું.
નારી અને રસોડા થી,
આરોગ્યપ્રદ,સુગંધી ને સુખમય,
પરિવારનું જીવન થાતું.