હું જાઉં છું
હું જાઉં છું
1 min
162
હું જાઉં છું,
તમને કહીને જાઉં છું,
હા, હું ઘર છોડીને જાઉં છું,
તમને તરછોડીને નહીં,
બસ, ઘર છોડીને જાઉં છું,
બે ખબર નહીં, કહીને જાઉં છું,
હા, હું ઘર છોડીને જાઉં છું,
નથી આ એપ્રિલ ફૂલ,
આપી તમને બે ફૂલ,
આંગણું મહેકાવી ને,
હું જાઉં છું,
જોઈએ છે, પચાસ વર્ષે,
આ ઉંમર ને આરામ,
હવે ભજવા રામ,
મંદિરમાં નહીં, મસ્જિદમાં નહીં,
ગુરુદ્વારામાં નહીં, ચર્ચમાં નહીં,
નહીં કોઈ તીર્થ ધામમાં !
