શબ્દ ને રંગ
શબ્દ ને રંગ
1 min
236
માણસ માણસથી ભાગે,
ત્યારે સમૃતિ સાથ દેવા લાગે,
શબ્દનાં સહવાસ જાગે,
ને પ્રેમ થાય આગે,
જીવે કાંઈ એકલો માણસ ?
શબ્દ, રંગ ને આવેગથી ભરેલો માણસ,
દેખાય છે આજે, માણસથી દૂર જતો માણસ,
શબ્દ, રંગ અને આવેગને પારખતો માણસ,
દાન, દયા, ધર્મથી દૂર થતો માણસ,
સાદુ ભોજન, સદવિચારોથી ખાલી થતો માણસ,
ઊડાડી અબીલ ગુલાલના રંગો,
ખુશીના માહોલમાં ઢળતો માણસ.
