STORYMIRROR

Jaya. Jani. Talaja.'Jiya'

Inspirational Others

3  

Jaya. Jani. Talaja.'Jiya'

Inspirational Others

સ્ત્રી

સ્ત્રી

1 min
849

ઊઠી એ, રોજ સવારે કરે તકરાર,

ને, કહે મને તે બગાડી મારી સવાર,


વિદ્યાર્થી ને મળે વર્ષે ઇનામ,

મને મળતા રોજ ઉપનામ,


મારુ સ્ત્રી હોવાનું એ પ્રમાણ ? 

એ ખુદા ! સ્ત્રી હોવાનું આ અપમાન !

કલાકોનાં કલાકો કામ કરતી,

ઘરમાં,ન આવક ભરતી,

મળે,ન એટલે સન્માન,


દેહમાંથી દેહ ઉત્પન્ન કરતી,

દેહ દૂધ ( માતાના દૂધ )નો હિસાબ ના કરતી,

સ્વપ્ના, અરમાન, જીવનનું બલિદાન કરતી,

ન માગતી કિંમત શહાદતની, ને શહીદ થઈને મરતી,

થઈ ક્યારેક સતી, દેવીને શક્તિ થઈ જીવતી રહી,

લાખો અરમાન કુરબાન કરી,

એક જીવને, જીવવા લાયક કરતી રહી,


મા સમાન કોઈ દેવી નહીં, બની શકાય છે દેવી ? 

મા કદી બની શકાતું નથી, માં એક શક્તિ છે,

જે પ્રગટે છે, બનતી નથી, તે નારી શક્તિ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational