STORYMIRROR

Viha Oza

Romance

4.3  

Viha Oza

Romance

હું તને ચાહું છું

હું તને ચાહું છું

1 min
15.5K



હું તને ચાહું છું,
તારા વ્યક્તિત્વ કે બાહ્ય છાપ માટે નહીં,
પણ તેં મારાં વ્યક્તિત્વને જે
રૂપ આપ્યું છે તેની ચાહત છે.

તું જે છે તેને માટે નહીં,
પણ તારા જ સંગાથે હું
જે બનું છું તેની ચાહત છે.

મારા હ્રદયમાં ઝાંખી તેમાંથી મારી
અપૂર્ણતાને હળવેથી દૂર કરી મને
પૂર્ણ બનાવી તેની ચાહત છે.

મારા જીવનની કર્કશતાને દૂર કરી
તેમાં પ્રેમનું સંગીત આપ્યું,
તેની ચાહત છે.

અદ્રશ્ય અને અસ્પર્શ્ય રહી,
મને સતત રહેતો તારાં અસ્તિત્વનો
એહસાસ, એ તારા પ્રેમ ને હું ચાહું છું,
હું તને ચાહું છું.....


Rate this content
Log in

Similar gujarati poem from Romance