હું કરું છું
હું કરું છું
હું કડિયો નથી પણ મનની દીવાલ ચણું છું
હું ચિત્રકાર નથી પણ પારકી આશને દોરું છું
હું જાદુગર નથી પણ જીવનને બનાવું છું
હું વેપારી નથી પણ મનની શાંતિ વહેછું છું
હું કુંભાર નથી પણ ભાગ્યને સુંદર ઘડું છું
હું સાધુ નથી પણ સંસ્કારોને શિખવું છું
હું ઈશ્વર નથી પણ આસ્થાને નીચવું છું
હું કડિયો નથી પણ મનની દીવાલ ચણું છું
