"હું" કોનો ?
"હું" કોનો ?
હુંનો થયો હુંકાર, હું કોનો થયો ?
હું કોનો થયો ? તું મારો થયો ?
એકબીજા સાથે વાદવિવાદથી
હુંનો ગુસ્સો ગયો
હું બોલ્યો હું જ મોટો
જુઓ અહંકાર થયો,
દુનિયામાં યુદ્ધ થયા કેટલા બધા,
એ હુંના કારણે જ થયો ?
તું ને હુંના ચક્કરમાં
માણસ આજે ફસાયો,
ક્યારે સમજશે આ માનવ
હું ના સમજ્યો ! પણ તું તો સમજ્યો !