STORYMIRROR

Shaurya Parmar

Classics Inspirational

3  

Shaurya Parmar

Classics Inspirational

હું છું ગુજરાતી

હું છું ગુજરાતી

1 min
26.5K


એક વાત મારી નસ નસમાં સમાતી, 

હું અને મારી માતૃભાષા ગુજરાતી.

 

એક બિલાડી જાડી, નાની મારી આંખ, 

વાર્તા રે વાર્તા, કેવી અજબ કહેવાતી !

રીંછ જાય ફરવા, હરણ જાય ચરવા, 

કાગડાની ચાંચમાં, પૂરી કોને દેખાતી?

વાત કહું થોડી, ચાલોને રમીએ હોડી,  

ચક્કાને ચક્કીની ખીચડી કેવી રંધાતી !

ઊંટના અઢાર, ભેંસને શિંગડાનો ભાર, 

લુચ્ચા વરસાદની વ્યથા કેવી પરખાતી !

જુમાનો વેણુ અને કૂતરી કાશીમાની, 

મેઘાણીની કથાઓ કાળજે પરોવાતી.

અંધેરી નગરી અને પુચ્છ વિનાની મગરી, 

જનની ગાતા ગાતા આંખો કેવી હરખાતી !

છંદ, અલંકારથી સજાવટ થાય માની, 

કલાપીની ગ્રામમાતા ધીમેથી સમજાતી !

ખુમાણનો સાદ ને પોરની તાજી યાદ, 

ચારણકન્યાની વીરતા મોજથી રેલાતી.

એક વાત મારી નસ નસમાં સમાતી, 

હુ અને મારી માતૃભાષા ગુજરાતી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics