Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Sunita B Pandya

Inspirational

4  

Sunita B Pandya

Inspirational

હું છું ગુજરાતી

હું છું ગુજરાતી

1 min
272


કચ્છના સફેદ રણથી લઈને તીથલનો દરિયાકિનારો છે જ્યાંનો,

એવું મારું ગુજરાત અને હું ત્યાંની રહેવાસી,


વડનગરનો સાવજ અને માણસાનો શિયાળ,

એવાં મારાં પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી પણ ગુજરાતી,


દિમાગની માલકીન, 

દિલથી આખી દુનિયાને મોજ કરાવતી હું છું ગુજરાતી

જેની પરિભાષા છે ગરબા, 

રાસડાથી આખું આંગણું મહેકાવતી હું છું ગુજરાતી,


"કેમ છો"થી ખબરઅંતર પૂછનારી,

"જલેબી ફાફડા"ની શોખીન હું છું ગુજરાતી,


પાટણના પટોળાથી લઈને જામનગરની બાંધણીમાં લહેરાતી હું છું ગુજરાતી

દ્વારિકાની બંસરીથી લઈને નળસરોવરમાં સૂર પૂરાવતી હું છું ગુજરાતી,


અંબાજીની ત્રિશૂળથી લઈને શામળાજીથી ગદાથી અધર્મ સામે લડતા શિખનારી હું છું ગુજરાતી

વલભીથી લઈને દાંડીકૂચના ઈતિહાસની ફોરમ પ્રસરાવતી હું છું ગુજરાતી,


સૌરાષ્ટ્રના ગાંઠીયા અને સુરતી ઊંધિયાની સૌની જીભને ચટકારો આપતી હું છું ગુજરાતી

ફટાણાં ગાઈને અને દેશી ઢોલના તાલે રૂમાલ નૃત્ય કરતી હું છું ગુજરાતી,


પતંગની દોર હાથમાં રાખીને ખુલ્લા આસમાનને ચૂમતી હું છું ગુજરાતી

ભાતીગળ ઓઢણાં અને અંગરખામાં ઝગમગતી હું છું ગુજરાતી,


" દુનિયાનું બજાર" કહેવાતું અમદાવાદ પ્રખ્યાત છે જ્યાનું એવી હું છું ગુજરાતી

તરણેતરના મેળાની છત્રીમાં આખી દુનિયા સમાવતી હું છું ગુજરાતી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational