STORYMIRROR

Mihir Lodhia

Romance

3  

Mihir Lodhia

Romance

હું અને તું !

હું અને તું !

1 min
1.0K


મારી એ દુનિયામાં બે જ લોકો હું અને તું,

હસતા-રડતા પણ સાથે રેતા હું અને તું.


વિરહના વરસાદેય ભીંજાતા હું અને તું,

રાત-દી પ્રેમ તણી હુંફ પૂરતાં હું અને તું.


પ્રસંગો નેવે મેલી ફરવા જતા હું અને તું,

રાસ હોય કે ભાંગ સાથે ઘુમતા હું અને તું.


તડકો હોય કે છાંયો મસ્ત રેતા હું અને તું,

રોજ નવો મીઠો ઝગડો કરતાં હું અને તું.


કુદરતનાં ન્યાય તળે ના રહ્યા હું અને તું,

પણ આજેય તારામાં હું ને મારામાં છે તું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance