STORYMIRROR

Mihir Lodhia

Inspirational

3  

Mihir Lodhia

Inspirational

ચાલને થોડું જીવી લઉં…!!!

ચાલને થોડું જીવી લઉં…!!!

1 min
663


આખી દુનિયાની નિતનવી ઉપાધિ મુકી;

મારી દુનિયામાં, ચાલને થોડું જીવી લઉં.


આ સંબંધોના તાંતણા ઉકેલવાનું મેલી;

અંતરના સંબંધે, ચાલને થોડું જીવી લઉં.


પૈસા-પ્રસિદ્ધિ મોજ-શોખની ચિંતા ભુલી;

સનાતન સતથી, ચાલને થોડું જીવી લઉં.


કાલ ગઈ ને કાલ આવશે એ અવગણી;

આજને માણી, ચાલને થોડું જીવી લઉં.


પ્રભુ પાસે હંમેશા માંગ-માંગ ના કરી;

આભાર માની, ચાલને થોડું જીવી લઉં.


રોજે-રોજ અન્યોને ખુશ રાખવાનું છોડી;

આજે મારા માટે, ચાલને થોડું જીવી લઉં.


એકલો જ આવ્યો તો એકલો જ જવાનો;

એ માની ને જ, ચાલને થોડું જીવી લઉં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational