STORYMIRROR

Kiran piyush shah "kajal"

Abstract

4  

Kiran piyush shah "kajal"

Abstract

હતાં

હતાં

1 min
329

શબ્દ મારા ડૂસકાં ભરતાં હતાં,

ચીસ સાથે એ જ કરગરતાં હતાં,


એ નદીના સૂકા પટમાં ઊતરી, 

ત્યાંથી બચવા સાથમાં તરતાં હતાં,


ખારવાની જિદ સાથે આજ તો

કાંણી નાવે પાર ઊતરતાં હતાં,


તક ટકોરા દેતી મધરાતે અહીં,

બારણે સંતાઈને ડરતાં હતાં,


સેજ સૂની, આંખ કોરી આજ થૈ

આંસુડા તો ભીતરે સરતાં હતાં,


પુષ્પથી નાજૂક શમણે સુંદરી,

સંગ એનાં તારલા ખરતાં હતાં,


એક વૃદ્ધા આવતી ત્યાં પૂછવા,

મશ્કરી એની કરી ફરતાં હતાં,


લોકો પૂછે કેમ છો, આનંદમાં ?

ને જવાબી હાસ્ય એ કરતાં હતાં,


સાહસીનો સંગ મળતાં મોજથી,

આજ સાહસ સુંદરી વરતાં હતાં.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract