STORYMIRROR

Vrajlal Sapovadia

Inspirational

4  

Vrajlal Sapovadia

Inspirational

હસ્તરેખા

હસ્તરેખા

1 min
23.9K

મંઝિલ તય કરે જો હસ્તરેખા, 

ખેતરે ચાસ કેમ સીધા દેખા ?


ભર હેમંત ઘઉં કેમ વાવ્યા ? 

હળ ગાડું સાતી કેમ લાવ્યા ? 


ક્યારે તપાસ્યા સિંહના પંજા ? 

બંધ ગુફા બેસી લીધા સકંજા ?


હોય હથેળી નાગણને કેવડી ?

તલને તાપે શેક્યે બની રેવડી. 


વિના જોયે રેખા ઘૂમતી ધરતી,

અહર્નિશ સૂર્ય ફરતે રોજ ફરતી.  


મહેનતકશ હસ્ત રેખા ભૂંસતા, 

દુઃખદર્દ ને નિષ્ફળતા નાસતા. 

 

મંઝિલ તય કરે ના હસ્તરેખા,

સમય સાચવી કંડારવી રેખા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational