STORYMIRROR

Hansa Shah

Inspirational

4  

Hansa Shah

Inspirational

હસ્ત રેખાઓ

હસ્ત રેખાઓ

1 min
256

તું નકામું થાકવાનું બંધ કર,

ઘર બરફનું બાંધવાનું બંધ કર.

 

શું થયું, કેમ થશે ને ક્યારે થશે ?

આમ ઝીણું કાંતવાનું બંધ કર.

 

મોતને હશે ગરજ તો આવશે,

એ દિશામાં તાકવાનું બંધ કર.


હસ્તરેખા પણ પસીનાથી ચમકશે,

તું પ્રારબ્ધને કોસવાનું બંધ કર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational