STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

હરિહરિ

હરિહરિ

1 min
335

હવે તો શબ્દો પણ ખૂટ્યા હરિ હરિ,

ને અર્થો પણ કેવા ઝૂક્યા હરિ હરિ,


અંતર થયું મખમલી તારા સ્મરણથી,

પ્રેમજગતમાં રખેને લૂટ્યા હરિ હરિ,


હતા સગાસંબંધીને સ્નેહી જે મારા,

તવકૃપાથી સૌ પડતા મૂક્યા હરિ હરિ,


આરઝૂ જાગી અવિનાશી અંતરમાં,

હશેને નયનાશ્રુ પણ ડૂક્યાં હરિ હરિ,


પામી પોકાર પ્રભુ પુલકિત પારાવાર,

ઉરથી આંગણ આવી પુગ્યા હરિ હરિ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational