STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

હરિ નામ તારું

હરિ નામ તારું

1 min
207

હરતાં ફરતાં આવે યાદ હરિ નામ તારું,

પછી ના રહે કશો વિષાદ હરિ નામ તારું,


જાગતાં સૂતાં કે સ્વપ્નમાં તારો સંગાથ,

ના રહેતી કોઈ ફરિયાદ હરિ નામ તારું,


ડગલે પગલે સ્મરણ તારા ઉપકારો તણું,

થાય વિષય માયા બાદ હરિ નામ તારું,


શ્વાસે શ્વાસે જપ હોય હરિવર તારાને,

રખેને જીવ પાડતો સાદ હરિ નામ તારું,


વરસે નયન તારા વિયોગે કાયમ ચોમાસું,

ભક્તિ પૂરને આપજે દાદ હરિ નામ તારું,


નામીથી અધિક છે નામ મુજને નિઃસંદેહ,

નથી એમાં કોઈ વાદવિવાદ હરિ નામ તારું,


હો બગાસું, છીંક કે પછી આવે ઓડકાર,

રહે યાદ તારી મને પ્રમાદ હરિ નામ તારું,


એમ તો તું પણ યાદ કરતો હશે પ્રસંગથી,

રચાતો હશે કો' મૂકસંવાદ હરિ નામ તારું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational