હરિ મળશે
હરિ મળશે

1 min

376
મનમર્કટને વશ કરી લે હરિ મળશે જરુરને જરુર.
અંતરે પ્રેમ પરમ ધરી લે હરિ મળશે જરુરને જરુર.
એ પણ હશે આતુર તને મળવા કાજે ક્યારનો વળી,
નયને તારાં અશ્રુ ભરી લે હરિ મળશે જરુરને જરુર.
ઝંખના તારી ભવોભવની થાશે પછી આખરે પૂરીને,
તું વિઠ્ઠલવરને કદી વરી લે હરિ મળશે જરુરને જરુર
જીવશિવના મિલનની વેળા આવવાની છે એકદા ને,
મંત્ર માનવતાનાં ભણી લે હરિ મળશે જરુરને જરુર.
હોય છે સાવ નિકટ તારે દુઃખનાં પ્રસંગો આવતાંને,
નામ એનું તું ફરીફરી લે હરિ મળશે જરુરને જરુર.