STORYMIRROR

ચૈતન્ય જોષી

Drama

4  

ચૈતન્ય જોષી

Drama

હરિ મારે

હરિ મારે

1 min
233

હરિ મારે જન્મોજન્મના સંગી.

રહ્યા જે મુજ આતમને રંગી.


જેના નયને હો નેહ વરસતો,

કરે ઉપકાર મુજ પર અમસ્તો.

ટાળે જે વિષયવાસના કઢંગી.

હરિ મારે જન્મોજન્મના સંગી.


ભલેને હું એને રે ભૂલી જાતો,

તોય કદીય ના તોડે હરિ નાતો.

એની યાદ સુનામી લાવે જંગી.

હરિ મારે જન્મોજન્મના સંગી.


સુખ દુઃખમાં સદા સાથ નિભાવે,

યાદે અશ્રુઓ નયનથી વરસાવે.

એના પ્રેમભાવમાં કદી ના તંગી.

હરિ મારે જન્મોજન્મના સંગી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama