STORYMIRROR

Harshida Dipak

Classics Inspirational

3  

Harshida Dipak

Classics Inspirational

હરિ હું તુલસી પાને વરું

હરિ હું તુલસી પાને વરું

1 min
27.4K


હાથ હરિનો હાથમાં રાખી તુલસી ક્યારે ફરું 

અમી ભરેલી આંખોથી હું માંજર માફક ખરું...

હરિ હું તુલસી પાને વરું......

ગોકુળના ગોધણની પાસે 

કદંબ - શાખાની ચોપસે 

વનરાવનની વાટે વાટે

જમુનાજીના ઘાટે ઘાટે

હરિ તમારી કરું પ્રતીક્ષા અશ્રુજળમાં તરું...

હરિ હું તુલસી પાને વરું...

નિત નવી સમજણની સાથે

જીવવું છે બસ તારા શરણે

મારે આંગણ છોડ મજાનો 

શ્યામસુંદરને પરણે

હરિ નામની માળા જપતી વગડે વગડે વિહરું...

હરિ હું તુલસી પાને વરું...

પાણી વિના મત્સ્ય તરસતી

જળમાં ડૂબી જઈ સરકતી 

પકડી બન્ને હાથ મરકતી

તું જ સારથી કહી મલકતી 

પર્ણ થઈને નાનું હરિવર ચરણોમાં હું વિચરું...

હરિ હું તુલસી પાને વરું...


Rate this content
Log in

Similar gujarati poem from Classics