STORYMIRROR

ચૈતન્ય જોષી

Drama

4  

ચૈતન્ય જોષી

Drama

હરિ હરિ

હરિ હરિ

1 min
444

શબ્દોચ્ચારે સ્નેહ ભરીભરી હરિ હરિ.

અશ્રુઓને નયનમાં ધરીધરી હરિ હરિ.


બેઠું ચોમાસું લોચનમાંને ઉર તડપન,

જીવનમાં આવી ગૈ ખરાખરી હરિ હરિ.


તવ વિયોગે હરિવર તમસ ભાસે મને,

પ્રકાશપુંજ માંગતો ફરીફરી હરિ હરિ.


પ્રેમપદાર્થ છલકાતો એ ઈશને ઝંખતો,

જાય દર્શને નેત્રો તો ઠરીઠરી હરિ હરિ.


જૂગજૂની કહાની મારી કહાનજી રહી,

થાકી પૂજન અર્ચન કરીકરી હરિ હરિ.


બિરાજો ઉર આંગણ બાઁકે બિહારીજી,

તવ પ્રસાદે જાઉં હું તરીતરી હરિ હરિ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama