હરેક પળે સ્મિત રાખો
હરેક પળે સ્મિત રાખો
હરેક પળે ચહેરા પર સ્મિત તમે રાખો,
મળે જો સામુ દર્દ તો દરિયામાં તમે નાખો.
જિંદગી અણમોલ ભેટ છે કુદરતની.
મહેનતના મીઠા ફળ તમે ચાખો.
છીનવી ના શકે કોઈ ખુશી તમારી,
હૈયાના પટારે તાળું તમે રાખો.
કોઈના ચહેરા પર લાવી સ્મિત,
દુઆ એકત્રિત કરી લો તમે લાખો.
