હૃદય કેવું ધડકે છે ?
હૃદય કેવું ધડકે છે ?
"હૃદય કેવું ધડકે છે ?"
પૂછો દિલના દર્દીને,
કે હૃદય કેવું ધડકે છે !
કોઈના તીખા પ્રહારોથી,
જીવન પણ,
ભયજનક રીતે અટકે છે,
નથી ફક્ત મારી આ વાત,
પૂછું હું લોકોને ખાસ,
હૃદય તો સૌને હોય !
પણ એ હૃદયમાં રામ,
કેમ ભટકે છે ?
પુછો કોઈ દિલના દર્દીને,
કે હૃદય કેવું ધડકે છે ?
