STORYMIRROR

Vipul Borisa

Romance

4  

Vipul Borisa

Romance

હોળી

હોળી

1 min
159

જીવનનો એક અદભુત અજોડ પ્રસંગ યાદ આવ્યો,

આવી હોળીને મને રંગ યાદ આવ્યો.


હતો એ મંગળવાર,ને પાછી સંકટ ચોથ,

પણ જોગાનુજોગ એ સંજોગ યાદ આવ્યો,

આવી હોળીને મને રંગ યાદ આવ્યો.


રાત્રિ એ જે થઇ હતી એ મુલાકાત,

ક્ષણ-ક્ષણનો સંગ યાદ આવ્યો,

આવી હોળીને મને રંગ યાદ આવ્યો.


મનથી માનેલી સાજણ ના માથે લગાવેલ,

મારા રક્તનો લાલ રંગ યાદ આવ્યો,

આવી હોળીને મને રંગ યાદ આવ્યો.


"ઘાયલ" આમ તો જીવી લઉં છું,

પણ ઘડી બે ઘડી નહી,

આજે તો મને એ સળંગ યાદ આવ્યો,

આવી હોળી ને મને રંગ યાદ આવ્યો.


હજુય જાણે અકબંધ હોય,

એમ એ સંબંધ યાદ આવ્યો,

આવી હોળીને મને રંગ યાદ આવ્યો.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Vipul Borisa

શબ્દ

શબ્દ

1 min વાંચો

સાંજ

સાંજ

1 min વાંચો

સરળતા

સરળતા

1 min વાંચો

નાટક

નાટક

1 min વાંચો

ઈચ્છા

ઈચ્છા

1 min વાંચો

ઈર્ષા

ઈર્ષા

1 min વાંચો

નમો

નમો

1 min વાંચો

અલગ

અલગ

1 min વાંચો

Similar gujarati poem from Romance