Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Inspirational

4.9  

'Sagar' Ramolia

Inspirational

હોળી પ્રગટાવ્યા પહેલા

હોળી પ્રગટાવ્યા પહેલા

1 min
514


અહમને નાખો ઓગાળી, હોળી પ્રગટાવ્યા પહેલા,

ઘમંડને દો બાળી, હોળી પ્રગટાવ્યા પહેલા.


મેં આમ ને તેં તેમ કીધુંની ઝેરીલી ભાવના,

જીવનમાંથી દો ચાળી, હોળી પ્રગટાવ્યા પહેલા.


દિલો-દિલો વચ્ચેનું અંતર વધે જેનાથી,

એ વાતને દો ટાળી, હોળી પ્રગટાવ્યા પહેલા.


મનને બગાડનારા થશે હુમલા અનેક,

છટકો દઈ હાથતાળી, હોળી પ્રગટાવ્યા પહેલા.


થયેલ બોલાચાલીની ‘સાગર’ કરો માફા-માફી,

જિંદગી અપનાવો રૂપાળી, હોળી પ્રગટાવ્યા પહેલા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational