હોળી આવી
હોળી આવી
હોળી આવી હોળી આવી
ચાલો સૌ સાથે મનાવીએ હોળી આવી,
આજે હોળી કાલે છે ધૂળેટી
ચાલો માણીએ મજા સુખેથી,
ઉત્સવ તો છે સૌ માટે સરખો
લાવો જલદી રંગોનો ચરખો,
સૌની સાથે મનાવીએ હોળી
ઝગડાઓને દઈને ઝબોળી,
તું ભોળો તો દુનિયા ભોળી
ચાલ હેતથી રમીએ હોળી,
આજ દિવસ ભર રમીએ હોળી
મનના દરવાજાને ખોલી,
આજ ના કરીએ વાતો મોળી
ચાલો સાથે સાથે રમીએ હોળી.
