STORYMIRROR

KANAKSINH THAKOR

Children

4  

KANAKSINH THAKOR

Children

હોળી આવી

હોળી આવી

1 min
200

હોળી આવી ભાઈ હોળી આવી

રંગોનો આ ભાઈ તહેવાર લાવી

હોળી આવી ભાઈ હોળી આવી,


રંગભરી પિચકારીને સાથ લાવી

ખજૂર ધાણીનો સંગાથ લાવી રે

હોળી આવી ખુશહાલી લાવી

હોળી આવી ભાઈ હોળી આવી,


રંગબેરંગી રંગોનો ઉલ્લાસ લાવી

અંધકાર મીટાવી અજવાસ લાવી 

ટોપલો ભરી હર્ષની ઝોળી લાવી

હોળી આવી ભાઈ હોળી આવી,


બાળકોમાં આનંદ અપાર લાવી

સૌ જીવોમાં ખુશી બેશુમાર લાવી

રંગોથી તરબતોર ટોળી લાવી

હોળી આવી ભાઈ હોળી આવી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children