Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dharmik Parmar 'Dharmad'

Inspirational

4  

Dharmik Parmar 'Dharmad'

Inspirational

હળવાશ ૫૫

હળવાશ ૫૫

1 min
24.1K


ઝાકળ થઈને પાંદડું ખખડાવવાનું બંધ કર,

કાં તો પછી બે ફૂલડાં ઝઘડાવવાનું બંધ કર.


હળવાશ જો શોધે, તને મળશે જ તારી પાસમાં,

આખા નગરમાં વેદના વગડાવવાનું બંધ કર.


'છોડી જવાનું' એકલા એવો નિયમ કુદરત તણો,

તો, સ્નેહ તારો કોઇને પકડાવવાનું બંધ કર.


તારે ઘરે બે આવતા ચણ માંગવા પંખી હજી-

જો આપવું ના હોય તો રખડાવવાનું બંધ કર.


માંગ્યા મુજબ શબ્દો તને આપી જ દ્યે, એ ના બને,

શબ્દો ઉછીના લઇ ગઝલ ધવડાવવાનું બંધ કર !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational