હકીકત
હકીકત
સત્યને અહિંસાની લડાઈમાં, હકીકત ક્યાં ખોવાઈ ?
યુધ્ધ ને ધર્મ યુધ્ધની લડાઈમાં, હકીકત ક્યાં ખોવાઈ ?
માનવને માણસાઈની બનાવટમાં, હકીકત ક્યાં ખોવાઈ ?
લાગણીને કપટ ચહેરામાં, હકીકત ક્યાં ખોવાઈ ?
કડવાશ ભરાઈ દુનિયામાં, હકીકત ક્યાં ખોવાઈ ?
જીવનનુ એક'જ લક્ષ સ્વાર્થમાં, હકીકત ક્યાં ખોવાઈ ?
બાળકનું બાળપણ ભારમાં, હકીકત ક્યાં ખોવાઈ?
સત્યને અહિંસાની લડાઈમાં, હકીકત ક્યાં ખોવાઈ ?
