હિના
હિના
રંગ લાવતી હિનાએ કહી દીધું સ્નેહ છે આપણો અકબંધ.
ગણિત છે મારું સાવ સાદુંસીધું સ્નેહ છે આપણો અકબંધ.
લખ્યું છે નામ મારું તારા હાથમાં હથેળીને શોભાવનારુંને,
હાથનું હૈયાએ કેવું સ્વીકારી લીધું સ્નેહ છે આપણો અકબંધ.
જોઈ હતી એકદા તને હાથપગની મહેંદીથી આચ્છાદિત તું,
તે દિ' રુપ તારું મનભરીને મેં પીધું સ્નેહ છે આપણો અકબંધ.
મુખની લાલિમા, આભૂષણોનો ઝંકાર, વસ્ત્ર પરિધાન શોભા,
હાર્યાં સઘળાંને હિનાએ હેત કીધું સ્નેહ છે આપણો અકબંધ.
રંગ ચડિયાતો એનો કેવો કે ઉર પણ રંગાયું હિનાના રંગથકી,
પછી ગુણ અવગુણ ભૂલાયું બધું સ્નેહ છે આપણો અકબંધ.

