હેતના ઢોળાવ
હેતના ઢોળાવ
હા, આ હેતના ઢોળાવ,
ઢળ્યાં તોયે ખાલી ના થયા,
ખીલ્યાં પુષ્પોને માળી થયાં !
હા, આ હેતના ઢોળાવ,
એક ડાળના બે પંખી,
મનના આકાશે છાયા ઝંખી !
હા, આ હેતના ઢોળાવ,
ઉગતાં સૂરજે શમણાં લલચાણાં,
તેજ, આથમતાં સૂરજે મળી હરખાણાં !
હા, આ હેતના ઢોળાવ,
રીઝવે હ્રદય જાણે નાના બાળ,
ભરી રંગોને બાંધે સ્નેહની પાળ !
હા, આ હેતના ઢોળાવ,
લાગે સાગર ભરી પ્રીતની ગાગર,
ઓઢી જ્યારે સમજણની ચાદર !
હા, આ હેતના ઢોળાવ,
ચડે મળી, મિત્રતાના ઢાળ,
પૂરક એટલાં જાણે બીબાઢાળ..!!
હા આ તો હેતના ઢાળ !
