હે નારી
હે નારી
હે નારી પતિનું સૌભાગ્ય બનજે,
સેંથામાં એક ચુટકી સિંદૂર પૂરજે,
ગળામાં મંગળસૂત્ર ધારણ કરજે,
હાથમાં સુંદર એવા કંકણ પહેરજે,
ભાલ પર કુમકુમનો ચાંદલો કરજે,
ડ્રેસ ત્યજી ભારતીય પોશાક પહેરજે,
પગમાં કાંબી, કડલાં, પાયલ, ધરજે,
પિયર ત્યજી સાસરું તું સંભાળજે,
સાસુ - સસરાને મા - બાપ માનજે,
પતિને પરમેશ્વર ગણી પૂજા કરજે,
દિયર, નણંદને ખૂબ લાડ લડાવજે,
જેઠ - જેઠાણીની મર્યાદા જાળવજે,
આમ સહુ પરિવારને તું પ્રેમ આપજે.