ગામમાં પિયર
ગામમાં પિયર
મારે ગામમાં પિયર, ગામમાં સાસરું રે
ગામડાની મારા મીઠી લાગી લાગી રે
મારે ગામમાં પિયર ગામમાં સાસરું રે,
માતા-પિતાના આંગણ ખેલતી રે
સાસરિયાની ડેલીએ ડગ માંડી
મારે ગામમાં પિયર...
સૌનો સ્નેહ મને મળતો રે લોલ
નથી કોઈની ખોટ મારે આંગણ
મારે ગામમાં પિયર...
સાસુ સસરા તો મારે દેવતા રે લોલ
પતિનો સ્નેહ વારંવાર
મારે ગામમાં પિયર...
ભાઈ ભોજાઈ મને સાંભરે રે લોલ
જેઠ જેઠાણીના મળ્યા સાથ
મારે ગામમાં પિયર...