STORYMIRROR

Kiran piyush shah "kajal"

Inspirational

4  

Kiran piyush shah "kajal"

Inspirational

હોમી દેજો

હોમી દેજો

1 min
570

વાંધો વચકો આજે જાનું, હોળીમાં જઈ હોમી દેજો,

 સાથે એનું જૂનું બહાનું, હોળીમાં જઈ હોમી દેજો.


પીળું દેખી સોનું લાગે તો ધારી લેવાનું સોનું,

ધારી ધારી જોઈ ખાનું, હોળીમાં જઈ હોમી દેજો.


ભેગા ભેગી પીડા આવી, વાતો એની નવતર ચાલી,

થેલામાં છે સધળું છાનું, હોળીમાં જઈ હોમી દેજો.


સાચી ખોટી અફવા ઉડી, માનવને વળગી માનવતા,

સાચું માની ફેલાવાનું, હોળીમાં જઈ હોમી દેજો.


મૂઠ્ઠીમાં બંધ કરી રાખી'તી, આજે એ વહેતી મૂકી,

ઈચ્છાઓને બાંધી માનું, હોળીમાં જઈ હોમી દેજો.


જીવન આખુંયે સુખમાં વીતે આશા એવી રાખી'તી

દુઃખમાં આસું છૂપાવાનું, હોળીમાં જઈ હોમી દેજો.


બાજી છોડી ભાગી જાશો? આવી ચડશે પીછો કરતાં,

સાચું ખોટું બહાનું ચાનું, હોળીમાં જઈ હોમી દેજો.



સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Inspirational