માંગે છે દીકરી
માંગે છે દીકરી


મારા હર શ્વાસમાં કાયમ વસે છે દીકરી,
રાત-દિન યાદોમાંથી ક્યાં ખસે છે દીકરી,
ઈશ્વરે પણ ખૂબ વહાલથી રચી છે દીકરી,
દિકરા અને દીકરીના ભેદભાવે ચર્ચી છે દીકરી,
આ સમગ્ર સૃષ્ટિ તણી રચયિતા છે દીકરી,
દ્નૌપદી, લક્ષ્મી અને વળી કદી સીતા છે દીકરી,
વીરાંગના થઇ શત્રુને પણ ભારે પડે છે દીકરી,
દીકરાથી અધિક પ્રેમ આપો ક્યાં નડે છે દીકરી?
સમાજમાં કદી ક્યાં કઇં હક માંગે છે દીકરી,
બસ થોડો પ્રેમને થોડો વિશ્વાસ માંગે છે દીકરી.