વેર
વેર
વેરથી વેર ના વસૂલાય કદી.
આગથી આગ ન બુઝાય કદી.
અંતરની કિન્નાખોરી મિટાવી,
વેર સામે પ્રેમ પથરાય કદી.
બદલો અનંત બની જાય છે,
એ ના પૂરું કોઈ કાળે થાય કદી.
વેરભાવના નથી જંપવા દેતી,
શાંતિનું હનન કરાય છે કદી.
વેર સામે પ્રેમને ધરી તો જુઓ!
સહજ જ્વાળા બુઝાય છે કદી.
હાથ મૈત્રીનો લંબાવવો જરુરી,
સ્નેહ પરસ્પર ઊભરાય છે કદી.