ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

જિંદગી એક અવસર

જિંદગી એક અવસર

1 min
459


મન મૂકીને હસી લઈએ જિંદગી એક અવસર છે,

એકમેકમાં વસી લઈએ જિંદગી એક અવસર છે,


દુઃખના તો પર્વતો હોય છે આવતા વારેઘડીએ ને,

એમાં ખુશી શોધી લઈએ જિંદગી એક અવસર છે,


વલોપાત કરીને જીવવું એ જિંદગી નથી ગણાનારી,

ગમને સાવ વિદારી દઈએ જિંદગી એક અવસર છે,


નહિ મળે એક પણ વ્યક્તિ દુઃખ ન હોય જીવનમાં, 

દુઃખમાં સુખ વિચારી લઈએ જિંદગી એક અવસર છે,


કોઈ ના મિટાવી શકે આપણા નિજાનંદને છલકતો,

પરિસ્થિતિ સંભાળી લઈએ જિંદગી એક અવસર છે.


Rate this content
Log in