STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

ઠેસ પહોંચે છે.

ઠેસ પહોંચે છે.

1 min
353

જ્યાં કોઈ રેપનો કિસ્સો સંભળાય છે ઉરને ઠેસ પહોંચે છે,

જ્યારે નારીની સલામતી જોખમાય છે ઉરને ઠેસ પહોંચે છે,


આ એ દેશ છે જ્યાં પથ્થર પણ પૂજાય છે ઘેરઘેર ઠેરઠેર,

જ્યારે જીવતા જીવોને સતાવાય છે ઉરને ઠેસ પહોંચે છે,


સેવા કરવાની વાત કરીને મેળવે જે ખુરશી સત્તાતણી વળી,

જ્યારે એનાં કૌભાંડ બહાર ડોકાય છે ઉરને ઠેસ પહોંચે છે,


નાના માણસના કામ કરવા ટેબલ પર વજન મૂકાવાય છેને?

જ્યારે ભ્રષ્ટાચારનો એરુ ડંખી જાય છે ઉરને ઠેસ પહોંચે છે,


જન્મ આપી ઉછેરીને જેણે મોટા કર્યા સંતાનો વાત્સલ્યથી,

જ્યારે એને વૃદ્ધાશ્રમની વાટ ચીંધાય છે ઉરને ઠેસ પહોંચે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational