જીવન દીપાવે છે
જીવન દીપાવે છે


વિચાર ને આચારની શુદ્ધતા જીવન દીપાવે છે.
વિચાર આચારની એકરુપતા જીવન દીપાવે છે.
પ્રથમ સોપાન વિચારોમાં પવિત્રતા હોવી ઘટે,
વ્યવહારમાં રહેલી ધિમતા જીવન દીપાવે છે.
વિચાર વાણીનું ઐક્ય વ્યક્તિત્વ નિખારે છે,
સમાચાર આપીને સફળતા જીવન દીપાવે છે.
આચરણ એજ ઉપદેશ બને મહાનતા થકી,
સાદગી અને વળી સરળતા જીવન દીપાવે છે.
ઓળખાય છે માનવી પોતાનાં કર્મોના આધારે,
સત્ય, સંયમને સાથે મૌલિકતા જીવન દીપાવે છે.