ટેવ સારી નથી
ટેવ સારી નથી
દરેક બાબતમાં ગણતરી કરવાની ટેવ સારી નથી.
વાતવાતમાં કોઈની ભૂલો ગણવાની ટેવ સારી નથી.
ગણિતમાં દાખલા કરવા ગણતરી કરવી જરુરી,
પણ દરેક વખતે હિસાબ માંડવાની ટેવ સારી નથી.
લઈ લોને વિષય તમે લાગણી કે પ્રેમનો કદી પણ,
જમા ઉધાર એમાં સરભર કરવાની ટેવ સારી નથી.
ઈશ્વર પણ ક્યાં ટાઢ, તડકો, વરસાદ ગણે છે ને ?
લઈને માપપટ્ટી હરવખતે માપવાની ટેવ સારી નથી.
નાનામોટા કે લઘુગુરુ ખ્યાલ બધા સાપેક્ષ આખરે,
નિરપેક્ષને પણ એના ઢાળે ઢાળવાની ટેવ સારી નથી.